અમૃતસરમાં અકાલી દળના નેતાની ગોળી મારી હત્યા
11:14 AM May 26, 2025 IST | Bhumika
પંજાબના અમૃતસરના જંડિયાલા ગુરુમાં વોર્ડ નંબર 2ના અકાલી દળના કાઉન્સિલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃતસરના છહેરતા સાહિબમાં ગોળીબાર થયો છે. મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણ પર ગોળીબાર કર્યો હતો. અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણને ત્રણથી ચાર ગોળીઓ વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવેલા કાઉન્સિલરને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમાંથી એકે મોટરસાયકલ ચાલુ રાખી, જ્યારે બીજાએ કાઉન્સિલર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂૂ કરી દીધી છે.
Advertisement
Advertisement