For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અજમેર ગેંગરેપ-બ્લેકમેલ કેસમાં 32 વર્ષ બાદ મળ્યો ન્યાય…6 દોષિતોને આજીવન કેદ, 100થી વધુ વિદ્યાર્થિનીઓ પર આચર્યું હતું દુષ્કર્મ

03:07 PM Aug 20, 2024 IST | Bhumika
અજમેર ગેંગરેપ બ્લેકમેલ કેસમાં 32 વર્ષ બાદ મળ્યો ન્યાય…6 દોષિતોને આજીવન કેદ  100થી વધુ વિદ્યાર્થિનીઓ પર આચર્યું હતું દુષ્કર્મ
Advertisement

વિશેષ પોક્સો કોર્ટે અજમેર ગેંગરેપ અને બ્લેકમેલ કેસમાં બાકીના 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે આરોપી નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈન અને ઇકબાલ ભાટીને દોષિત ઠેરવ્યા હતા. વર્ષ 1992માં 100થી વધુ શાળા-કોલેજની છોકરીઓ સાથે ગેંગરેપ અને બ્લેકમેલિંગના કેસમાં 18 આરોપીઓ હતા. 9ને સજા ફટકારવામાં આવી છે. એક આરોપી અન્ય કેસમાં જેલમાં છે. એકે આપઘાત કર્યો છે અને એક હાલ ફરાર છે. બાકીના 6 પર આજે નિર્ણય આવ્યો હતો.

અજમેરની એક ગેન્ગે 1992માં સ્કૂલ-કોલેજમાં ભણતી 250 યુવતીઓની નગ્ન તસવીરો મેળવી હતી પછી તેને લીક કરવાની ધમકી આપીને 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેન્ગરેપ કર્યો હતો. ગેન્ગના લોકો સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓને ફાર્મ હાઉસમાં બોલાવતા હતા અને તેમની સાથે ગેન્ગરેપ કરતા હતા. કેટલીક સ્કૂલ તો અજમેરની જાણીતી સ્કૂલ હતી. એક અખબારે તેનો ખુલાસો કરતા આખી ઘટના સામે આવી હતી. આ બાળકીઓની ઉંમર 11થી 20 વર્ષની હતી.

Advertisement

અજમેરના એક ફોટો સ્ટૂડિયો લેબમાંથી એક પત્રકારને યુવતીઓની ન્યૂડ તસવીરો મળી હતી. બીજા દિવસે અખબારમાં જ્યારે આ તસવીરો છપાતા આ ઘટનાનો ખુલાસો થયો હતો. રાજસ્થાનના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ શિકાર બની ચુકી હતી.

મુખ્ય આરોપીઓમાં સામેલ સુહેલ ગની ચિશ્તી 26 વર્ષ સુધી ફરાર રહ્યો હતો. 25 હજાર રૂપિયાના ઇનામી આરોપીએ 2018માં સરેન્ડર કર્યું હતું. ઘટનાનો ખુલાસો થયા બાદ 30 પીડિતાઓ સામે આવી હતી અને 12 પીડિતાએ કેસ નોંધાવ્યો હતો. કોર્ટમાં ટ્રાલય દરમિયાન 2 પીડિતા જ સામેલ થઇ હતી અને કેટલીક પીડિતાએ તો શહેર છોડી દીધુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement