ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડ્રગ્સ કેસમાં 4 મહિનાથી વોન્ટેડ અમદાવાદનો સપ્લાયર MPથી પકડાયો

04:38 PM Jan 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના યુનિવર્સિટી પોલીસે ચાર મહિના પૂર્વે ઝડપી પાડેલા 19 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના સપ્લાયરમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું હોય જે ચાર મહિનાથી વોન્ટેડ હોય અને મધ્યપ્રદેશના એક ગામમાં તે છુપાયો હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-2ની ટીમે ઓપરેશન પાર પાડી આ ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી હતી.

Advertisement

મળતી વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવતા આકાશવાણી ચોક પાસેથી ચાર મહિના પૂર્વે 19 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. આ કેસમાં પકડાયેલા શખ્સની પૂછપરછમાં અમદાવાદના ગોમતીપુરમાં રહેતા અખ્તરખાન મીર મહોમદખાન પઠાણનું નામ ખુલ્યું હતું. જે છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ હોય તે દરમિયાન ઝોન-2 એલસીબીની ટીમે બાતમી મળી હતી કે, ચાર મહિનાથી વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર અખતરખાન, મધ્યપ્રદેશના રતલામ નજીકના ઢોઢર ગામે છુપાયો છે. જેના આધારે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા અને તેમની ટીમે ઢોઢર ગામે જઈ ઓપરેશન પાર પાડી અખતરખાન પઠાણની ધરપકડ કરી તેને યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યો હતો. પકડાયેલ અખતરખાન અમદાવાદ ગોમતીપુર અને ક્રાઈમ બ્રાંચના ચોપડે પણ ડ્રગ્સ સપ્લાયર તરીકે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાથી એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા સાથે સ્ટાફના રાહુલભાઈ વ્યાસ, રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાધ્યા, રાજેશભાઈ મીયાત્રા, કનુભાઈ બસિયા, વિજયભાઈ, કુલદિપસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
crimedrug casegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement