ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યા

06:15 PM Apr 21, 2025 IST | Bhumika
Advertisement

પ્રેમ જાળમાં ફસાવી પરિણીત શખ્સે પત્નીને છૂટાછેડા માટે મદદ કરવાનું કહી પાંચ લાખ લીધા બાદ નગ્ન વીડિયો ઉતારી વધુ 15 લાખ પડાવી લીધા

Advertisement

રાજકોટમાં રહેતી 30 વર્ષીય યુવતીને અમદાવાદના શખસે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુર્જાયુ હતુ. આ દરમિયાન પરિણીત શખ્સે પત્ની સાથે છૂટાછેડા લેવા માટે આર્થિક મદદરૂપ થવાનું કહી પાંચ લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ યુવતીનો વાંધાજનક વીડિયો ઉતારી લઈ તે વાયરલ કરવાની ધમકી આપી વધુ 15 લાખ પડાવી લીધા હતા. જે અંગે યુુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બનાવ અમદાવાદની હદ વિસ્તારમાં બન્યો હોય વધુ તપાસ અમદાવાદ પોલીસને સોંપી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના વિરાણી ચોક પાસેના વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના ગીતા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 2 માં નીલકંઠમણી કો ઓપરેટિવ સોસાયટી વાસણા બસ સ્ટેશન સામે રહેતા કૃણાલ મયંકભાઈ મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કૃણાલે તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. પરંતુ તે માટે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લેવાના હોય તેવી વાત કરી તેમાં આર્થિક રીતે મદદરૂૂપ થવા માટે કહ્યું હતું આરોપીની વાત પર વિશ્વાસ કરી લઈ યુવતીએ તેને મદદ કરવા માટે હા કહી હતી. એટલું જ નહીં આ માટે રૂૂપિયા પાંચ લાખ પણ આપ્યા હતા. બાદમાં આ શખસે યુવતીની જાણ બહાર તેનો નગ્ન વિડીયો બનાવી તેને વોટસએપમાં મોકલ્યો હતો અને બાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ સમયે રૂૂપિયા 15 લાખ આ શખસે પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂૂપિયા પાંચ લાખ મળી કુલ રૂૂપિયા 20 લાખ યુવતી પાસેથી પડાવી લીધા હતા.

આ સમય દરમિયાન આ શખસે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં આરોપીનો અસલ ચહેરો યુવતી સામે આવી જતા તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેણે આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, ધમકી,આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ અમદાવાદ પોલીસને સોંપી છે

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement