For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોર પાસેથી પકડાયેલ રૂ.1.83 લાખના ડ્રગ્સ પ્રકરણમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું

04:37 PM Aug 09, 2024 IST | Bhumika
બામણબોર પાસેથી પકડાયેલ રૂ 1 83 લાખના ડ્રગ્સ પ્રકરણમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું
Advertisement

પકડાયેલ બન્ને શખ્સો રાજકોટમાં છૂટક પડીકી બનાવી કોને કોને સપ્લાય કરતા તે બાબતે રિમાન્ડ ઉપર પૂછપરછ

રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ પાસેથી પકડાયેલ રૂૂ.1.83 લાખના ડ્રગ્સ પ્રકરણમાં અમદવાદના જુહાપુરાના શખ્સનું નામ ખુલ્યું છે. એસઓજીની ટીમે 18 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પુછપરછ કરતા અમદાવાદના જુહાપુરાના મુસ્લિમ શખસનું નામ જાણવા મળ્યું કે, સુત્રધાર ડ્રગ્સનો વ્યસની હોય છૂટક વેચી પોતે પણ સેવન કરી વ્યસનનો ખર્ચ કાઢી લેતો હતો. બન્ને સામે એરપોર્ટ પોલીસમાં ગુનો નોંધાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

એસઓજીના નવનિયુક્ત પીઆઈ ડી.સી.સાકરિયા અને ટીમને મળેલી બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નવાગામ બામણબોર જવાના જુના રસ્તે વોચ ગોઠવી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની સફેદ કાર પસાર થતા અટકાવી તપાસ કરતા કાર માંથી રૂૂ.1,83,400નું 18.34 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ સાથે જામનગર રોડ નાગેશ્વર પાસે આવેલ જીનેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતો જીતુદાન બાણીદાન જેસાણી (ઉ.26) અને નાના મવા રોડ નહેરૂૂનગરમાં રહેતો રાજવીરસિહ અશોકસિહ ડોડીયા (ઉ.26)ની ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ ગુનો નોંધી ડ્રગ્સ, દોઢ લાખની કાર સહિત રૂૂ.3,43,400નો મુદામાલ કબજે કર્યો હતો.

એસઓજીની પ્રાથમિક પુછતાછમાં બંને અમદાવાદથી ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલ જીતુદાન સામે રાજકોટ અને ગોંડલમાં 5 ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ એક વખત પાસા હેઠળ જેલ હવાલે પણ થઇ ચુક્યો છે. જયારે રાજવીર સામે રાજકોટના માલવિયાનગર પોલીસમાં 2022માં હત્યા અને હત્યાની કોશિષ સહિત બે ગુના નોંધાઈ ચૂક્યા છે. પકડાયેલ જીતુદાન વ્યસની હોય તે થોડો ભાગ વેચી પોતાના પીવાનો ખર્ચ કાઢી લેતો હોવાનું જાણવા મળ્યું છે.આ ડ્રગ્સ અમદાવાદના જુહાપુરાના મુસ્લિમ શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત આપી હતી.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ ડી.સી.સાકરિયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

ભરૂચમાંથી પકડાયેલ 6 લાખના ડ્રગ્સમાં વડોદરા કનેક્શન
ભરૂૂચ એસ. ઓ.જી. એ બાતમી ના આધારે દરોડો પાડી રહાડપોર ગામમાં રહેતા સ્કૂલ મારુતિવાન ચલાવતા પ્રકાશ અંબાલાલ પટેલની સ્કૂલ મારુતિવાન નંબર જીજે-16-એયુ- 0314 માંથી રૂૂ.6,20,000 ની કિંમતનો 62 ગ્રામ ગેરકાયદેસર નશાકારક એમડી ડ્રગ્સ નો જથ્થો મળી આવતા ગાડી સહિત સાત લાખ રૂૂપિયાના મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા આ જથ્થો વડોદરાના એક ડ્રગ્સ ડીલર પાસથી લાવ્યાનું જણાવતા પોલીસે આ મામલે વડોદરામાં તપાસ કેન્દ્રિત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement