અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલો
બે વકીલ વચ્ચે અસીલના મામલે તકરાર થયા બાદ હુમલો કરાયો
જામનગરમાં અસીલ નો કેસ લડવા બાબતે ગઈકાલે સાંજે બે વકીલો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અમદાવાદના વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે જામનગર ના એક વકીલ સહિત બે સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવ અંગેની વિગત એવી છે કે , આ કામના ફરીયાદી અમદાવાદ નાં વકીલ હરિભાઈ જોઇતાભાઈ પટેલ ગઇકાલે પોતાના કેશના કામ માટે અમદાવાદ થી જામનગર આવ્યા હતા. ત્યારે આરોપી એડવોકેટ ચુડાસમા તથા એક અજાણ્યો શખ્સ ફરીયાદી વકીલ ને લાલ બંગલો કોર્ટ ની સામે વિનુ માંકડ ના પુતળા પાસે આવી ને ઉભા રાખી ને કહ્યું હતું કે તમે આમારા અસીલ ના કેશ કેમ લો છો ? જેથી ફરીયાદી હરિભાઈ પટેલે એમ જણાવ્યું હતું કે અસીલો મને વકીલ તરીકે રોકવા માટે મારી પાસે આવ્યા હતા .આથી મે તેમનો કેસ લીધેલો હતો. તેમ કહેતાં આરોપી એડવોકેટ ચુડાસમા એ ફરીયાદી ને માથા ના ભાગે તથા કમરના ભાગે માર મારી ઝાપટ મારી હતી. અન્ય એક આરોપી એ પણ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો આપી, મોઢા ઉપર અને ગાલ પર ઝાપટ મારી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી અમદાવાદના વકીલ હરિભાઈ પટેલે જામનગરના એડવોકેટ ચુડાસમા સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.