હર્ષદમાં શિવલિંગ ચોરીની ઘટના બાદ બાબરામાંથી પ્રાચીન મહાદેવ મંદિરમાંથી કાળભૈરવ શિલાની ચોરી
તાજેતરમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી શિવલીંગની ચોરી થયાની ઘટના તાજી છે. ત્યારે બાબરામા કરિયાણા રોડ પર આવેલ પૌરાણિક સોનપરી મહાદેવ મંદિરની જગ્યામાથી કોઇ ટીખળીખોર અહી સ્થાપિત કાળભૈરવની શીલા ઉઠાવી ગયો હતો. જો કે સવારે આ શીલા પરત મંદિર નજીક મુકી ગયો હતો. આ ઘટનાથી અહી આવતા સેવકગણમા નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.
બાબરાના કરીયાણા રોડ પર રામપરા ડેમ સામે સોનપરી મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. અહીં વર્ષોથી મહંત તરીકે વૃધ્ધ અને પેરેલિસિસગ્રસ્ત સાધુ બ્રિજરાજજી સંચાલન કરી રહ્યા છે. આ જગ્યા બે શિવ મંદિર સહિત પુર્વ મહંતોની સમાધિ સ્થાનો અને એક નાની ડેરી રૂૂપે કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વર્ષો પહેલા ભૈરવશીલા રૂૂપે કાલ ભૈરવનું સ્થાપત્ય થયેલું હતું. ગઈકાલ સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ વજનદાર ભૈરવશીલા મંદિરમાંથી ઉપાડી ગબડાવીને લઇ ગયો હતો.
સાંજના સમયે દર્શનાર્થીઓ દર્શને આવતા આ વાત ધ્યાનમાં આવી હતી. બાદમા આજે વહેલી સવારે આ ભૈરવ શીલા પરત મંદિર પાસે મૂકી જવા અંગે ચર્ચા ચાલતા સેવકો મંદિરે દોડી ગયા હતા. મંદિર વ્યવસ્થાની સેવાકીય પ્રવૃતિ કરી રહેલા સુરેશભાઈ સિંધવના જણાવ્યા મુજબ ગઈકાલ તા.27ની સાંજે ચાર વાગ્યા આસપાસ કાળભૈરવ શીલા મંદિરમાંથી ગુમ થયાનુ સામે આવ્યું હતુ. અને બાદમા આ શીલા કોઇ પરત મુકી ગયુ હતુ.
આ શીલા કોઇ ટીખળીખોર પરત મુકી ગયો હતો.
બાદમા અહી સેવકોએ આ શીલાને ફરી રંગરોગાન અને પુન: સ્થાપિત કરવાની કામગીરી શરૂૂ કરી હતી. આ બારામા પોલીસને જાણ કરાઇ ન હતી. આ શીલા પરત મુકી જનાર અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમા કોઇ નુકશાન કે અન્ય કોઇ ચીજ વસ્તુની ચોરીની ઘટના બની નથી.