ઓનલાઈન કસિનોમાં લાખો રૂપિયા હારી જતાં બેડી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે ટીકડા ખાઈ લીધા
આજના સમયમાં ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. જો કે, ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં કેટલાય લોકો ફસાઈને જીંદગી બગાડતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રેલનગરમાં રહેતા અને બેડી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને ઓનલાઈન કસીનોની આદત પડતા લાખો રૂપિાય હારી ગયા બાદ આર્થિક સંકડામણ અને પરિવારની બિમારીથી કંટાળી ડિપ્રેશનમાં બિમારીના વધુ પડતા ટીકડા ખાઈ લેતા તેમને સારવારમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ અમરેલીના અને હાલ રાજકોટમાં રેલનગરમાં આવેલી અમૃત રેસીડેન્સીમાં રહેતા અને બેડી આરોગ્ય કેન્દ્રમાં સીએસઓ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ કનૈયાલાલ તલાટી (ઉ.વ.40)એ ગઈ કાલે બપોરે રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે બિમારીના વદુ પડતા ટીકડા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બેડી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. જીજ્ઞેશને ચારેક વર્ષથી ઓનલાઈન કસીનો રમવાની લત લાગી હતી. જેમાં તેઓ રૂા. 70થી 72 લાખ હારીગયા હોય જેથીતેમનું મકાન-દુકાન પણ વેચાઈ ગયા હોય અને બેંકમાંથી ઉઘરાણી માટે ફોન આવતા હોય જેથી આર્થિક સંકડામણ અનુભવતા હતા આ ઉપરાંત ેતમને પથરીની બિમારી થઈ હોય પુત્રને પથરીની બિમારી અને પત્નીને બિમારી હોવાથી પરિવારની ચીંતામાં ડિપ્રેશનમાં આવી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.