ગર્ભવતી પત્નીની હત્યા પછી હાથ-પગ, માથું નદીમાં ફેંકી દીધા : ધડ ઘરમાં સંતાડ્યું
હૈદરાબાદમાં પ્રેમલગ્નનો કરૂણ અને લોહિયાળ અંજામ
હૈદરાબાદના મેડિપલ્લીમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ તેની ગર્ભવતી પત્નીની કરપીણ હત્યા કરી નાખી. પ્રેમ લગ્ન કર્યા બાદ બંને વચ્ચે દહેજ અને શંકાને કારણે વિવાદો વધ્યા હતા, જેનો ભયાનક અંત આવ્યો. આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરીને નદીમાં ફેંકી દીધા હતા, એટલુ જ નહીં ધડ પોતાના રૂમમાં સંતાડ્યું હતું.
હૈદરાબાદના મેડિપલ્લીમાં 27 વર્ષીય સમાલા મહેન્દ્ર રેડ્ડીએ 21 વર્ષીય ગર્ભવતી પત્ની બી. સ્વાતિની હત્યા કરી. 2024 માં પ્રેમ લગ્ન કર્યા બાદ એક મહિનામાં જ બંને વચ્ચે વિવાદો શરૂૂ થયા, જેના કારણે સ્વાતિએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ પણ નોંધાવ્યો હતો. આ વિવાદો શાંત ન થતાં, મહેન્દ્રએ 23 ઓગસ્ટ, 2025 ના રોજ સ્વાતિનું ગળું દબાવીને હત્યા કરી.
પુરાવાનો નાશ કરવા માટે તેણે શરીરના ટુકડા કરી મુસી નદીમાં ફેંકી દીધા. મેડિપલ્લી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટનાની શરૂૂઆત પ્રેમથી થઈ હતી. મહેન્દ્ર રેડ્ડી અને સ્વાતિ, જેઓ પાડોશી હતા, તેમણે 20 જાન્યુઆરી, 2024 ના રોજ કુકટપલ્લીના આર્ય સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ એક મહિના પછી તેમના સંબંધોમાં તણાવ શરૂૂ થયો. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા દહેજ અને શંકાને કારણે વધતા ગયા. એપ્રિલ 2024 માં, પરિસ્થિતિ એટલી ગંભીર બની કે સ્વાતિએ વિકારાબાદ પોલીસમાં તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ પણ નોંધાવ્યો હતો.