બોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાત
બોટાદનાં કાનિયાડ ગામે ઘરેલુ ઝઘડામા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ કાનીયાડ ગામના રહેવાસી ભરતભાઈ ખાચરે મોડી રાત્રે પોતાની પત્ની મધુબેન સાથે થયેલા ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈને છરી વડે હુમલો કરતા હુમલામાં મધુબેનનું મૃત્યુ થયું હતું. હત્યા કર્યા બાદ ભરતભાઈ ઘરેથી ફરાર થઈ ગયા હતા.
ગઇકાલે સવારે ગાયત્રી નગર વિસ્તાર નજીક રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક ભરતભાઈ ખાચર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમણે ટ્રેન નીચે પડીને આત્મહત્યા કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂૂ કરી છે. પોલીસ સૂત્રો મુજબ, પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે આ ઘટના સર્જાઈ છે. પોલીસ હવે ઝઘડાનું ચોક્કસ કારણ અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.