ઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહી
ઊનાનાં સૈયદ રાજપરા ગામે સંયુક્ત ટોળકી બનાવી ને ભયંકર ગુન્હા આચરતાં શખ્શો સામે નવાબંદર મરીન પોલીસ પહેલી વખત ભારે પડી હોય તેવો એહસાસ ગુન્હાહિત પ્રવૃતિ આચરતાં શખ્શો ને કરાવતાં ખુન ની કોશિષ નાં ગુન્હા માં બે સંગા ભાઈ ઓ નાં ગુન્હા ની કુંડળી શોધી ને સંગઠીત ગુન્હા ની કલમો હેઠળ અટકાયત કરી હોવાની પોલીસ સુત્રો એ માહિતી આપી હતી.
ગત તા.04/ઓગષ્ટ/2025 ના ઊનાનાં નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના તાલુકા નાં સૈયદ રાજપરા ગામે મિત્રની પત્ની અંગે ખરાબ વાતો કરવાના બનાવ માં ઠપકો આપતાં જે બાબતનું મનદુ:ખ રાખી ને બંદર વિસ્તારમાં બોટ નું સુથારી કામ કરતા ગરીબ પરિવાર નાં ભરતભાઈ મંગાભાઈ રાઠોડ ઉપર લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢોર માર મારતા નવાબંદર મરીન પો.સ્ટે. માં ભારતીય ન્યાય સંહિતા -2023ની કલમ-109(1), 117 (2), 352,54 તથા જી.પી.એકટ ક.135 મુજબનો ગુન્હો પ્રકાશ ઉર્ફે ડાકુ છગન બાંભણીયા તેમજ તેનાં ભાઈ રમેશ છગન બાંભણીયા સામે દાખલ કરાયો હતો.
આ બાબતે જુનાગઢ રેન્જ આઈ. જી. પી નિલેશ જાજડીયા પોલીસ અધિક્ષક મનોહરસિંહ. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એમ. એક ચૌધરી દ્વારા ભયંકર શરીર સબંધી ગુનાઓ વારંવાર આચરતાં અને વ્યકિતગત અથવા સંયુકત ટોળકી બનાવી ગેરકાનૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્શો ને નાથવા કડક માં કડક કાર્યવાહી શરૂૂ કરી નવા કાયદા ની ભારતીય ન્યાય સંહિતાની કલમ - 111 હેઠળ અટકાયત કરવા સુચના તથા માર્ગદર્શન આપતા જે અન્વયે નવાબંદર મરીન પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે ઝાલા, એ. એસ. આઇ કંચનબેન પરમાર .હેડ કોન્સ કાનજીભાઈ વાણવી, પાંચા ભાઈ બાંભણીયા , મનુભાઇ સોલંકી સહિત ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા બન્ને માથાભારે શખ્શો ને તાત્કાલીક પકડી પાડી તેમના ગુનાહિત ઇતિહાસની કુંડળી સાથે નવા કાયદાની કલમો સાથે સુસંગત કરી ભારતીય ન્યાય સંહિતા ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં ગુન્હાહિત શખ્શો માં ખળભળાટ મચી ગયો છે