મોરબીમાં સગીરાની પજવણી કરનાર શખ્સ વિરુધ્ધ કાર્યવાહી
પાસા હેઠળ સુરત લાજપોર જેલમાં ધકેલાયો
મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા, મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસે સગીર વયની દીકરીની અવારનવાર પજવણી અને છેડતી કરનાર એક આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેને પાસા હેઠળ જેલહવાલે કર્યો છે. મહિલાઓની છેડતી અને પજવણી કરતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે અપાયેલ સૂચનાના આધારે, પી.આઈ. આર.એસ. પટેલની ટીમે મોરબી સિટી પએથ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની દીકરીની પજવણી અને છેડતી તેમજ પોક્સો એક્ટના ગુનાઓમાં પકડાયેલ આરોપી ઈરફાન અલીભાઈ માણેક (ઉ.વ. 20, રહે. મોરબી, વીશીપરા, ઝલઝલા પાન પાસે) વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આ પાસા દરખાસ્ત મંજૂર કરીને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેના પગલે, ઈરફાન માણેકને લાજપોર જેલ, સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલી દેવામાં આવ્યો છે.