પત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર
ભાવનગર કોર્ટ સમક્ષ રડી પડ્યો અને પોલીસ ઉપર કરી આક્ષેપબાજી
ACF શૈલેષ ખાંભલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. 3 દિવસ માટે વિચારવા સમય આપેલો હોવાથી નાર્કો ટેસ્ટ અંગે આજે સમય મર્યાદા પૂર્ણ થતાં જજ સમક્ષ હાજર થયેલા શૈલેષે ટેસ્ટ માટે ના પાડી દીધી હતી. રજૂઆત દરમિયાન શૈલેષ કોર્ટમાં જ રડી પડ્યો હતો, અને પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. જે અંગે સીટી ડીવાયાએસપીએ પાયા વગરના આક્ષેપો હોવાનું જણાવ્યું હતું.
પત્ની અને સંતાનોની હત્યા કરનાર ACF શૈલેષ ખાંભલાને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ACF શૈલેષ ખાંભલાના નાર્કો ટેસ્ટની માગને લઈ કોર્ટ પાસે વિચારવા માગેલો સમય પૂરો થયા બાદ કોર્ટમાં ફરી એક વખત રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટમાં જજ સમક્ષ શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી અને રડવા લાગ્યો હતો,
પોલીસ ઉપર પણ શૈલેષ ખાંભલાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ તેને સતત ટોચરિંગ કરી રહી છે અને મને મારી નાખશે તેવી ભીતિ છે, તેવી વાત પણ જજ સમક્ષ કરી, અને શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ પોતે પણ મરી જવાની વાત કરી.
ત્યાર બાદ નાર્કો ટેસ્ટની ના પાડવામાં આવતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, અને કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે શૈલેષ ખાંભલાએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું.આ પણ વાંચો: ભાવનગર અઈઋનાં પત્ની-પુત્ર-પુત્રીના હત્યાકેસમાં નવો ઘટસ્ફોટ સંતાનો-પત્નીની હત્યા કર્યા પહેલાં પ્રેમિકાને રાત્રે ફોનમાં શું કહ્યું?, વનકર્મી સાથે ભાગવા બન્નેના પાસપોર્ટ તૈયાર કર્યા હતાશૈલેષ ખાંભલાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરેલો, જે અંગે સીટી ઉઢજઙ આર.આર.સિંધાલે જણાવ્યું કે શૈલેષ ખાંભલા જે છે, હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે, તેના રિમાન્ડ પૂરા થઈ ગયા છે. એના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્ય બેસ વગરના છે. પોલીસને રિમાન્ડ માંગવાનો પૂરો હક છે. વિસ્તૃત પુરાવા લેવા માટે પોલીસ રિમાન્ડ પોલીસ માંગતી હોય છે અને જરૂૂર લાગે તો અમે રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં કરીશું.