જામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બે
સાઈબર ક્રાઇમ વધતા જતા ગુનાઓ વચ્ચે રૂૂ. 1.81 કરોડની છેતરપિંડી કાંડમાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસ સફળ થઈ છે. પોલીસે ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીને પાટણ ખાતેથી દબોચી લીધો છે. મહત્વનું છે કે પોલીસ ચોપડે ચડ્યા બાદ આરોપી છ માસથી ફરાર હતો.
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગતા સાયબર ક્રાઇમના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. નાણાં ખંખેરી લેવા માટે આરોપીએ કુંડાળા રચી વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. બાદમાં વિવિધ બેંક ખાતાઓનો અને વોટ્સએપ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી, નસ્ત્રઈઅઞજઊઠઅઢસ્ત્રસ્ત્ર નામની ફેક એપ્લીકેશનને સેબી માન્ય અનેયુ.એસ.એક્સચેન્જ એપ્લીકેશન તરીકે બતાવી જામનગરના એક સિનિયર સિટીઝન સાથે તારીખ 30/09/2024 થી 23/10/2024 સુધીના સમયગાળામાં છેતરપિંડી કરવામાં આવી હતી.
શેરમાં રોકાણ કરાવી મોટો નફો કમાઈ આપવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીને બાટલીમાં ઉતાર્યા હતા.
ત્યારબાદ રૂૂપિયા 1,81,00,000 નું રોકાણ અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે કરાવી લીધો હતો. બાદમાં શેરનો નફો તો દૂરની વાત છે પણ રોકેલ મૂડી પણ પરત આપવામાં આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આમ આર્થિક ઓનલાઈન છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી પાટણ ખાતેથી આરોપી વૈભવકુમાર હસમુખભાઈ પટેલ (ઉ.વ. 38 ધંધો વેપાર રહે. પ્રાર્થના રેસીડન્સી વાડીનાથ ચોક પાટણ) પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.