જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયો
રાજકોટ ખાતેથી દબોચી લેતી પોલીસ
જામનગરના ચર્ચાસ્પદ અપહરણ તથા હત્યાના કેસમાં મુખ્ય આરોપીએ વચગાળાના જામીન મેળવી જીલ્લા જેલ જામનગરમાંથી પેરોલ જમ્પ થયેલ આરોપી પુન: પકડી પાડવા આવ્યો છે.અને તેને જેલમાં મોકલી આપ્યો છે. પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરૂૂરી વર્કઆઉટ કરી રહેલ હોય આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમી મળી હતી કે જામનગર જેલના કાચા કામનો કેદી શુભમ ઉર્ફે સચીન નિલેષભાઇ પરમાર (રહે.ગુલાબનગર મોહનનગર જામનગર હાલ રહે.રાજકોટ) વાળો ગુજરાત હાઇકોર્ટમાંથી સાત દિવસ માટે વચગાળાના જામીન ઉપર જેલ મુક્ત થયો હતો. અને તેની રજાની મુદત પુરી થતા કેદી/આરોપીને તા.03/01/2025ના રોજ જેલમાં હાજર થવાનુ હતું પરંતુ આજદીન સુધી જેલ ખાતે પરત હાજર નહી થઈ ને ફરાર થઇ ગયેલ હોય જે આરોપી હાલ રાજકોટ શહેર ખાતે રખડતો ભટકતો રહેતો હોવાની ચોક્કસ બાતમી આધારે તેને.ઝડપી લેવામાં આવ્યો હતો અને જામનગર જીલ્લા જેલ માં મોકલી આપવામાં આવ્યો છે.