પાલીતાણાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી રાજકોટમાંથી ઝડપાયો
05:01 PM May 16, 2025 IST
|
Bhumika
Advertisement
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે રાજકોટના કોઠારીયા રોડ પરથી એક ફરાર કેદીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ પ્રવિણભાઇ સામતભાઇ ભટ્ટી (ઉંમર 54) તરીકે થઈ છે. તે પાલીતાણા તાલુકાના રાણપરડા ગામનો રહેવાસી છે . પ્રવિણે 2015 વર્ષમા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ હત્યા કેસનો આરોપી હતો.
Advertisement
આ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ તે છેલ્લા સાત વર્ષથી ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે રાજકોટ બસ સ્ટેન્ડ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આ કેસ પાલીતાણા રૂૂરલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.29/2015 કલમ-302 હેઠળ નોંધાયેલો હતો.