ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા
શહેરમાં રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીની લીધેલી રૂૂપિયા દસ લાખ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી તુલસી કાકડીયાને એક વરસની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ સાપર ખાતે રહેતા તલસીભાઈ ઉર્ફે તુલસીભાઈ વાલજીભાઈ કાકડીયા ને આર્થિક જરૂૂરિયાત ઉપસ્થિત થતા શહેરમાં રહેતા રમેશભાઈ જેન્તીભાઈ વ્યાસ પાસેથી હાથ ઉંછીના દસ લાખ પ્રોમિસરી નોટ લખી લીધા હતા જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે રમેશભાઈ વ્યાસે તુલસીભાઈ કાકડીયાને નોટિસ પાઠવી હતી છતાં સમય મર્યાદામાં ચેક મુજબનું વળતર ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે તુલસી વાલજી કાકડીયા ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને ચેક મુજબનું 10 લાખનું વળતર એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો સમય મર્યાદામાં રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજા નો હુકમ કર્યો છે. ફરિયાદી રમેશભાઈ વ્યાસ વતી એડવોકેટ તરીકે દિપક વ્યાસ અને નિકુંજ ગણાત્રા રોકાયા હતા