For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા

01:19 PM Jun 24, 2025 IST | Bhumika
જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા

જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર સગીરાને લાલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી કાયદેસરના વાલી પણા માંથી ભગાડી લઈ ગયો હતો. જે બાબતની ફરીયાદ ભોગબનના પિતાએ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.

Advertisement

આ કેસનો આરોપી ભોગ બનનારને સામખીયાળી લઈ ગયો હતો, અને ત્યાંથી સાતલપુર તેના કોઈ મિત્રની વાડીએ સગીરાને લઈ ગયેલ હતો. જ્યાં આરોપીએ સગીરા સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધેલો, અને ત્યારબાદ સગીરાને અલગ અલગ શહેરોમાં લઈ ગયેલ હતો. સગીરાના પિતા દ્વારા આપવામાં આવેલ ફરિયાદના આધારે જોડિયા પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરી આરોપીની ધરપકડ કરી લઈ સી.પી.આઈ કચેરી ધ્રોલ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરતાં આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસના તમામ કાગળો તૈયાર કરીને આરોપીની વિરુદ્ધ ચાર્જ શીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરાયું હતું. આ કેસ જામનગરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી અલગ અલગ સાહેદોની જુબાની આપી હતી.

ત્યારબાદ સરકાર પક્ષે સરકારી વકીલની દલીલો તથા ઊભય પક્ષોની દલીલ ધ્યાને લઈ અદાલત દ્વારા પુરાવો ધ્યાને લઈ આરોપી સંજય વેલજીભાઈ મકવાણાને બી.એન.એસ. એક્ટની અલગ અલગ કલમો હેઠળ તથા પોકસો એક્ટની કલમ હેઠળ આરોપીને તકશિરવાન ઠરાવી કૂલ 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂૂ. 4 લાખ રૂૂપિયા ભોગ બનનારને સરકારી સહાય યોજના હેઠળ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જામનગરના મદદનીશ જિલ્લા સરકારી વકીલ મુકેશ પી. જાની રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement