રોકાણકારો સાથે પ0 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપી જામીન મુકત
બ્લુ ફાઇન કેર નામની કંપનીના સંચાલક વિરૂધ ગુનો નોંધાતા ધરપકડ થઇ’તી
શેરબજારમાં રોકાણના નામે 50 લાખથી વધુની છેતરપીંડી કર્યાંના ગુનામાં આરોપી કલ્પેશ ત્રિવેદીની ચાર્જશીટ પહેલાની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે.આ કેસની વિગત મુજબ, આરોપી રાજકોટમાં બ્લુ ફાઈનકેર નામની કંપની ચલાવતા હોય, આ કંપની મારફતે ફરીયાદી સંજય ધીરૂૂ ભેસાણીયાએ શેરબજારમાં રકમ રોકણ કરી હતી. આરોપીએ સારુ વળતર ચુકવવા લાલચ આપી હતી. કંપનીની ઓફીસ કે જે સ્પાયર -2, 810 શીતલ પાર્ક, બી.આર.ટી.એસ. પાસે રાજકોટ ખાતે આવેલ હતી. ત્યાં ઓફિસ ખાતે રકમ રૂૂ.10 લાખનું રોકાણ કરેલ.
બાદમાં આરોપી વળતર ચુકવતા ન હોય જેથી પોલીસમાં અરજી કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, આરોપીઓએ 7 રોકાણકારો સાથે છેતરપીંડી કરી છે. જેની રકમ રૂૂ.52 લાખ થતી હતી. જેથી ગુનો દાખલ કર્યો હતો. આરોપીને જેલ હવાલે કરાતા રેગ્યુલર જામીન પર છૂટવા ચાર્જશીટ પહેલાની જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે કરેલી દલીલો, ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ રાજકોટના મુખ્ય સેશન્સ ડીસ્ટ્રીક જજ વી.બી. ગોહિલે આરોપીની જામીન અરજી મંજુર કરવા હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી કલ્પેશ ત્રિવેદી વતી એડવોકેટ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી દુર્ગેશ જી. ધનકાણી, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, પ્રદિપ બોરીચા, દિવ્યાબા વાળા તથા જેનીશ સરધારા, રોકાયેલા હતા.