ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા

11:39 AM Jul 09, 2025 IST | Bhumika
Advertisement

મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 25 હજારનો દંડ કરવામાં આવેલ છે. આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2023 માં મોરબીમાં રહેતી સગીરાની માતાએ મોરબી એ ડીવીઝનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેની સગીર દીકરી શાળામાં ભણવા માટે જતી હતી અને એકટીવા બહાર કાઢવા માટે અયાન આરબ નામના છોકરાએ તેની મદદ કરી હતી ત્યાર બાદ તે ફરિયાદીની દીકરીના સંપર્કમાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયાથી ફરિયાદીની દીકરી સાથે વાતચીત કરતો હતો.

Advertisement

ત્યાર બાદ રવાપર રોડ પર આવેલ કપડાના શો રૂૂમમાં તેને બોલાવીને મુસ્તુફા દલવાણી સાથે પરિચય કરાવ્યો હતો અને મુસ્તુફાએ બંનેના ફોટો મોબાઈલમાં પાડી લીધા હતા. આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી કપડાના દુકાનના ચેન્જ રૂૂમમાં ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને તેની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર બાદ રવાપર રોડ ઉપર આવેલ કાફેના બોક્સમાં લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને રમજાન મહિનો ચાલુ થતા સ્નેપ ચેટમાં કોલ કરી રોજા રાખવા માટેની સગીરાને ધમકી આપી હતી.

જે ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને એન.ડી. કારિયાએ કોર્ટમાં રજુ કરેલ પુરાવાઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાને લઈને વિશેષ ન્યાયાધીશ (પોક્સો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ, મોરબી જજ કે.આર.પંડ્યાએ આરોપી મુસ્તુફા સાજીદ દલવાણી (19) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને કસુરવાન ઠેરવ્યો છે અને આરોપીને જુદીજુદી કલમ હેઠળ આજીવન સખ્ત કેદની સજા તેમજ કુલ મળીને 25,000 નો દંડ કરવામાં આવેલ છે અને ભોગ બનેલ સગીરાને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 4.25 લાખ રૂૂપિયા ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi newrape case
Advertisement
Next Article
Advertisement