લાલપુરની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા
02:10 PM Jun 25, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના એક ગામ ની સગીરા પર બે વર્ષ પહેલાં પરપ્રાંતીય શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ ના કેસ માં અદાલતે આરોપી ને 20 વર્ષ ની સખત કેદ ની સજા ફટકારી છે. લાલપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રી પર મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધર્મેન્દ્ર ધુમાભાઈ વસુનીયા નામના શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, આથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપી ધર્મેન્દ્ર વસુનીયા ને તક્સીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂૂ.4 લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે. સરકાર તરફથી એપીપી મુકેશ જાની રોકાયા હતા.
Advertisement
Next Article
Advertisement