સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની જેલ
જામનગર પંથકમાં ચાર વર્ષ પહેલા એક સગીરાને પ્રેમ જાળ માં ફસાવી અને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયા પછી તેની સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં અદાલતે આરોપીને 20 વર્ષની સજાનો હકમ કર્યો છે. જુલાઈ -2021માં પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી રણજીત ગણેશસિંહ રાજપુત (23) નામનો પરપ્રાંતીય યુવાન ભોગબનનાર સગીરાના પરિચય માં આવ્યો હતો. અને ભોગબનનાર જામનગર ના એક કારખાનામા મજૂરી કામે જતી હતી ત્યાં થી આ સગીરા ને હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે.
તેમ કહી ને ભગાડી લઈ ગયો હતો. અને આરોપીના કાકા જેઓ ભાવનગર માં રહે છે ત્યાં બંને પહોંચ્યા હતા, પરંતુ તેમના લગ્ન થઈ નહીં થયા હોવા થી તેમના કાકા એ પોતાના ઘરે રહેવાનીના પાડી દીધી હતી. આ બંને ત્યાંથી યુવકના વતન રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને પોતાના સંબંધીના ઘરે રોકાયા હતા જ્યાં તેને સંતાડી રાખી હતી. બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને બંનેને ઝડપી લીધા હતા અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈ જામનગરની સ્પે.પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલ એ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂૂા. 17,000ના દંડનો હુકમ કર્યો છે. તેમજ ભોગબનનાર ને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂૂા.4,00,000 ચુકવવાનો પણ હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.