ભાયાવદરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો આરોપી જામનગર અને સગીરાના અપહરણ કરનાર શખ્સ એમપીથી ઝડપાયો
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પરિણીતા ઉપર દુષ્કર્મ અને સગીરાના અપહરણના નોંધાયેલ ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં દુષ્કર્મના આરોપીને જામનગરથી ઝડપી લીધો હતો.
ભાયાવદરમા રહેતી એક પરિણીતાને લગ્નની લાલચ આપી રિઝવાન રજાકભાઈ હિંગોરજા નામના શખ્સે હવસનો શિકાર બનાવી હતી. પરણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપીને 10 મહિનાથી તેની ઈચ્છા વિરૂૂધ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાયાવદર પોલીસે અલગ-અલગ સ્ટાફ્ની ટીમો બનાવી ટેકનીકલ હ્યુમન સોર્સના આધારે પરિણીતા દુષ્કર્મના આરોપી રિઝવાન હિંગોરજા ને જામનગરમાંથી દબોચી લીધો હતો.
બીજા બનાવમા એક સગીરાનું બદકામના ઈરાદે લલચાવી ફોસલાવીને કૃષ્ણ ઉર્ફે કરશન સુરસિંગ દોરીયાએ અપહરણ કર્યું હતું.
સગીરાના અપહરણ કરનાર કૃષ્ણ ઉર્ફે કરશન દોરીયા ને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ડહી તાલુકા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો અને ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી પોલીસે તેને પરિવારને સોંપી આપી હતી.
જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી ભાયાવાદરના પી.આઈ. ડી.બી.મજીઠીયા તથા ઙજઈં આર.વી.ભીમાણી તથા અજઈં મેહુલભાઇ સુવા તથા ઇંઈ સંજયભાઇ કિહલા તથા ઇંઈ પ્રેમજીભાઇ કિહલા તથા ઙઈ મેરૂૂભાઈ મકવાણા તથા ઙઈ નિલેશભાઇ ચૌહાણે કામગીરી કરી હતી.