ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયો

12:48 PM May 28, 2025 IST | Bhumika
Advertisement

વેરાવળના ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણ તરીકે ઓળખાતી જગ્યા પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.

Advertisement

ઘટના રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ બની હતી. હત્યારો કાજલી ગામનો વિપુલ અનિલકુમાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સીધો વેરાવળ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે.
પ્રાથમિક તપાસમાં સામાન્ય બોલાચાલી હત્યામાં ફેરવાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ બાદ હત્યાનું ચોક્કસ કારણ સામે આવશે. વેરાવળ પોલીસે આરોપીની પૂછપરછ શરૂૂ કરી છે.

ઘટનાની જાણ થતાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ. એચ. આર. ગોસ્વામી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ખારવા સમાજના આગેવાનો રમેશભાઈ ડાલકી, તુલસીભાઈ ગોહેલ, નગરસેવક પરેશ કોટિયા સહિત મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

Tags :
crimegujaratgujarat newsmurderVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement