રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાળા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

11:25 AM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કોડીનાર પંથકમાં બે વર્ષ પૂર્વે બનેલા બનાવમાં સેશન્સ કોર્ટનો ચુકાદો

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા 12.06.2022 નાં રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર તેજ ગામના શમાજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી બાળા ની હત્યા કર્યા ના ઘટનાનો કેસ કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયા એ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.

ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજા નો ચુકાદો આપ્યો છે તેમ જ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂૂપિયા 17 લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

બનાવની વિગત એવી છે કે ગત તારીખ 12- 6- 22 ના રોજ જંત્રાખડી ગામની આઠ વર્ષની સગીરાને તે જ ગામના શામજી ભીમા સોલંકી નામના શખ્સે બીડી બાકસ લેવા મોકલીને પછી તેના ઉપર દુષ્કૃત્ય કરી તેની હત્યા કરી નાખી હતી બાદ તેની લાશ ગામની સીમમા આવેલ 66.કેવી સબ સ્ટેશન પાસેના તળાવમાં નાખી દીધી હતી જ્યાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા ગામના યુવાને તેના પર કરેલા કૃત્યથી ચારે તરફ ફિટકાર વર્ષ્યો હતો. પોલીસે મૃતકના પરિવારજનો ફરિયાદ આધારે કલમ- 302,376(2)(જે), 376(2)(એમ), 376(એ.બી.), 376 (એ). તથા પોકસો એકટ કલમ-4.6. 10 મુજબની ગુનો નોંધીને આરોપીને તરત જ ઝડપી લીધો હતો જોકે આ ગુના ની ગંભીરતા સમજી તાત્કાલીક પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ નાઓના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરી જેના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ નાઓઓ તથા ત્રણ પોલીસ ઇન્સપેકટર કક્ષાના અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલીક આરોપીને પકડી પાડી. ભોગબનનાર /મરણજનારનુ જામનગર ખાતે ફોરેન્સીક પી.એમ.પેનલ ડોકટરથી કરાવી જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા કબજે કરવામા આવેલ. આરોપીના જરૂૂરી મેડીકલ સેમ્પલો/કપડા/ મોબાઇલ વિગેરે કબજે કરી તાત્કાલીક એફ.એસ.એલ.ગાંધીનગર ખાતે જરૂૂરી પરીક્ષણ કરાવી સત્વરે પરીક્ષણનો અહેવાલ મેળવી મરણજનારનુ મોત અંગે મેડીકલ ઓફીસર પાસે તાત્કાલીક ફાઇનલ કોઝ ઓફ ડેથ સર્ટી મેળવી. વધુમા તપાસ દરમ્યાન એક રીક્ધટ્રકશન પંચનામુ, બે ડીસકવરી પંચનામા તથા ક્રાઇમસીનનુ પંચનામુ કરી જરૂૂરી તમામ પુરાવા મેળવવાની કામગીરી કરવામા આવેલ તેમજ આ ગુનાના કામે સ્પેશ્યલ સરકારી વકીલની નીમણુક સારૂૂ પણ દરખાસ્ત કરવામા આવેલ તેમજ સીટ દ્રારા પુરતા વૈજ્ઞાનીક પુરાવા તેમજ સી.આર.પી.સી.કલમ-164 મુજબના કુલ-06 નિવેદ નો તેમજ અન્ય સાહેદો મળી કુલ-80 સાહેદો/પંચો સાથે આરોપી વિરૂૂધ્ધ કુલ-250 પાનાનુ ચાર્જશીટ તૈયાર કરી તા.08/07/2022 ના રોજ માત્ર 25 દિવસમા કોર્ટમાં સબમીટ કર્યા હતા. આ હીચકારા આ બનાવને ધ્યાને લઈ કોડીનાર વકીલ મંડળ દ્વારા પણ આરોપી તરફે નો કોઈ કેસ નહીં લડવા પણ નિર્ણય લેવાયો હતો જ્યારે સરકાર તરફે રહીને કોડીનારના વિદ્વાન એડવોકેટ કે.સી.ઉપાધ્યાએ મૃતકના પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે વિનામૂલ્ય કેસ લડવાની પણ જાહેરાત કરી હતી અને આજે બે વર્ષ પછી કોડીનારના એડિશનલ સેશન્સ કોર્ટના જજ ભોરાણીયાએ બનાવ અંગે કુલ-55 દસ્તાવેજી પુરાવા સાથે સરકારી વકીલ કેતનસીંહ વાળા ની ધારદાર દલીલ આધારે આજરોજ આરોપીને સેશન્સ કોર્ટ કોડીનારએ આરોપી શામજી ભીખા સોલંકી ને દોષીત ઠેરવી આરોપીને 302 ના ગુનામાં ફાંસીની સજા તેમજ 25000- દંડ અને 376 સહિત ની વિવિધ કલમો હેઠળ આજીવન સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો અને સાથો સાથ પીડિત પરિવાર ને વળતર પેટે 17 લાખ ચૂકવવા નો હુકમ કર્યો હતો આ ચુકાદા માં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનારના પરિવારએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો

Tags :
crimegujaratgujarat newsKodinarKodinar news
Advertisement
Next Article
Advertisement