રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
12:28 PM May 03, 2025 IST
|
Bhumika
Advertisement
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરીના 12 ગુના નોંધાયેલા છે.
Advertisement
ફરિયાદી ઇમરાનભાઈ અબ્બાસભાઈ ખલીફા (30)એ પોતાનું બાઇક નંબર ૠઉં-10-ઊં-8807 પીરમશાયક હોસ્પિટલની પાછળ પાર્ક કર્યું હતું. રૂૂ.30,000ની કિંમતના આ બાઇકની ચોરી થઈ હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂૂ કરી. અમરસિંહજી હાઇસ્કુલ પાસેના ખુલ્લા મેદાનમાંથી આરોપી ચોરીના બાઇક સાથે મળી આવ્યો હતો. પોલીસે બાઇકના કાગળો માંગતા આરોપીએ સંતોષકારક જવાબ ન આપ્યો. પૂછપરછમાં તેણે બાઇક ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીનું બાઇક કબજે કર્યું છે. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Next Article
Advertisement