સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી કેદની સજા
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં પોકસો અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદ ની સજા નો હુકમ કર્યો છે.આ કેસ ની વિગત એવી છે કે આરોપી અશ્વિન જયંતિલાલ ગોહેલે તા. 20/08/2023 ના રોજ માત્ર 7 વર્ષ ની સગીરા વાડી એ મોબાઈલ માં વ્યસ્ત હતી. ત્યારે આરોપી એ ત્યાં જઈ ભોગબનનારને પાછળથી પકડી, નીચે સુવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અંગે ની ફરીયાદ જોડીયા પો.સ્ટે.માં નોંધાવવામાં આવી હતી.
જે ફરીયાદના અનુસંધાને તપાસ કરનાર પોલીસ અધિકારી ઘ્વારા ગુનાની તપાસ કરી આરોપી વિરૂૂધ્ધ પોકસો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે નો કેસ જામનગર ની સ્પે. પોકસો અદાલત માં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાનીઓ તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ 37 જેટલા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતાં જણાવેલ કે, આરોપી સામે સગીર વયની બાળા સાથે બદકામ, તેમજ દુષ્કર્મ કરવા અંગે નો ગુનો છે, તેમજ સમાજ માં દિન-પ્રતિદિન આ પ્રકારના વધતા જતાં ગુનાઓને કારણે સગીર વયની બાળાઓ ઉપર આવા દુષ્કૃત્યથી જીવન પર્યંત માનસિક અસર પડે છે. આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી આરોપીને મહતમ સજા અને દંડનો હુકમ કરવો જોઈએ તેવી રજુઆત કરેલ હતી.
જે રજુઆતો ધ્યાને લઈ જામનગર ની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલે બંને પક્ષો ની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધી આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂૂા.25,000 ના દંડ નો હુકમ કર્યો છે. તથા આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, તેમજ ભોગબનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂૂા. 4,00,000 ચુકવવા નો પણ હુકમ કરેલ છે. આ કેસ માં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે, ભંડેરી રોકાયેલ હતા.