For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ

05:17 PM Jan 23, 2025 IST | Bhumika
ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ

મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી

Advertisement

સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે મહત્ત્વનો ચુકાદો

શહેરના સામા કાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટીની પરિણીતાનું અપહરણ કરી ભાવનગર હાઈવે નજીક આવેલી ગૌશાળા પાછળ અવાવરૂૂ સ્થળો લઇ જઈ મોતને ઘાટ ઉતારવાના કેસમાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ શહેરના સંત કબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટી શેરી નં.1માં રહેતી પરિણીતા ગુમ થયા અંગેની પતિ મહેશભાઈ ઉર્ફે ગોરધનભાઈ બચુભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ અંગેની જાણ કરી હતી. બાદ રાજકોટ ભાવનગર ધોરી માર્ગ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધારના પેટાળમાંથી માનવીય પગ મળી આવ્યો અને સ્ત્રીના કપડા પડ્યા હોવાની બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે માનવીય પગનું અને ગુમ થયેલી પરિણીતાની પુત્રીનું ડીએનએ કરતા મેચ થયું હતું. મૃતક ગોરધનભાઈ બચુભાઈ મકવાણાના પત્ની હોવાનું ખુલ્યું હતું. બી ડિવિઝન પોલીસે મૃતકના પતિ મહેશભાઈ ગોરધનભાઈ મકવાણાની ફરિયાદના આધારે પ્રભાત આપાભાઈ અવાડિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હત્યા, લુટ અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલ પ્રભાત અવાડીયાની પ્રાથમિક પૂછપરછમાં પરિણીતાને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી સોના ચાંદીના ઘરેણા મેળવી લીધા હતા અને પોતાના બાઈક પર બેસાડી પરિણીતાને ભાવનગર હાઈવે પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધાર પાસે લઈ જઈ તેઓએ પહેરેલા ઘરેણા લૂંટી લઇ દોરડા વડે ગળે ટૂંકો આપી માથામાં પથ્થરના ઘા ઝીકી મોત નિપજાવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન બનાવમાં ઉપયોગમાં લેવાયેલ દોરડું તેમજ માથામાં મારવામાં આવેલા પથ્થરો કબજે કર્યા હતા.

બાદ તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે આ સંપુર્ણ કેસ ચલાવતા એડીશ્ન પી.પી. કમલેશ ડોડીયા દ્વારા કુલ 18 સાહેદો તપાસવમાં આવેલા હતા. કુલ 51-દસ્તાવેજો કોર્ટમાં રજુ કરી તે સાબિત કરવામાં આવેલ હતા. જેમાં મૃતકના ઘરેણા વેંચી આરોપી દ્વારા પોતે જે લોકો પાસેથી વ્યાજે લીધેલ રકમ ઘરેણા વેંચી તેમાંથી આવેલ રકમમાંથી દેણુ ચુકવવામાં આવેલ હતું. તે રકમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી તેમજ આરોપીને રકમ આપનાર લોકોને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા. સંપુર્ણ સાંયોગીક પુરાવા ધ્યાને લઈ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વિક્રમસિંહ બી. ગોહિલ દ્વારા આઈ.પી.સી. કલમ -302 સાબિત માની આરોપી પ્રભાત આપાભાઇ અવાડીયાને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂૂ.10 હજારનો દંડ અને આઈ.પી.સી.કલમ-365 સાબિત માની 7 વર્ષની સજા અને રૂૂા.5 હજારનો દંડ ફરમાવતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર તરફે એડીશનલ પી.પી. કમલેશ ડોડીયા, સહાયક એડવોકેટ તરીકે ઉર્વી આચાર્ય અને ફરીયાદી વતી અભય ભારદ્વાજ એસોસીએટસના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ અને ચેતન પુરોહિત રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement