સોની વેપારીને આપેલો 36.61 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ
રાજકોટમાં રહેતા સોની વેપારી અને તેના મિત્રો પાસેથી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને લીધેલા રૂૂ.36.61 લાખ પરત કરવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે અમદાવાદના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂૂ.36.61 લાખ ફરીયાદ દાખલ કર્યાથી 9 ટકા વ્યાજ સાથે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામા આવ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા અને સોની કામ કરતા ફરીયાદી દિપકકુમાર મુળજીભાઈ લાઠીગરા અને અમદાવાદમાં રહેતા પોષ ક્રીપ્ટોના પોપરાઈટર આરોપી જીગ્નેશભાઈ પ્રવીણભાઈ કોઠારી વચ્ચે મીત્રતા કેળવાઈ હતી. ત્યારબાદ આરોપીએ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ખુબજ સારૂૂ વળતર મળે છે.
આ ક્રીપ્ટો કરન્સી ખરીદવા માટે એકાઉન્ટ છે અને પોતે ખુબ જ સારો એવો નફો કમાય છે તેમ જણાવી આ એકાઉન્ટ સંબંધે માહીતી આપી હતી. જેથી ફરીયાદી પોતાના તેમજ પોતાના મીત્રોના મળી કુલ રૂૂ.36.61 લાખ આરોપીને રોકાણ કરવા આપ્યા હતા અને અંદાજીત છ માસ જેટલો સમય વીતી જવા છતાં ફરીયાદીને કોઈ જ વળતર નહી મળતા પોતાની રકમ પરત માંગતા આરોપીએ રૂૂ.36.61 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદી દ્વારા જરૂૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી જીગ્નેશ કોઠારીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂૂ.36.61 લાખ ફરીયાદ દાખલ કર્યાથી 9 ટકા વ્યાજ સાથે ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામા આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસતાબેન એસ. ખોખર, દયા કે. છાયાણી, નીમેશ વિ. જાદવ અને આસીસ્ટનટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.
