For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા

01:22 PM Sep 23, 2025 IST | Bhumika
ભાણવડના પરિણીતા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા

ભાણવડ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની પરિણીત મહિલાના પતિ તેની સાથે ન હોય, તેમની એકલતાનો ગેરલાભ લઈ, અને તેમના સંતાનોને મારી નાખવાની ધમકી આપી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના મૂળ રહીશ એવા બલવીર ઉર્ફે મુકેશ નવલસિંગ બધેલ (હાલ રહે. વેરાડ, તા. ભાણવડ) નામના શખ્સ દ્વારા તેણીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરી, તેણીને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનો બનાવ તા. 1 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગેનો કેસ ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી તથા અન્ય મહત્વના સાહેદોએ આપેલી જુબાની તેમજ અન્ય આધાર પુરાવાઓ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને નામદાર અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement