વેપારી પાસેથી સોનાની લૂંટમાં આરોપીને 10 વર્ષની સજા
જામનગર ના વેપારી ને પોતાની મોટરમાં મુસાફર તરીકે બેસાડ્યા પછી તેની પાસે થી લૂંટ ચલાવવા ના કેસ માં અદાલતે આરોપી ને 10 વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
ગત તા .30/03/2007 ના રોજ લુટ કરવાના ઈરાદે આરોપી એ પોતાના કબજા ની ઈન્ડીકા કાર માં ફરીયાદી લાલચંદ મંગારમ ધનવાણી ને રાજકોટ હોસ્પીટલ ચોક પાસે થી પેસેન્જર તરીકે બેસાડી જામનગર રાજકોટ હાઈવે પર શેખપાટ ના પાટીયા નજીક આવેલ હોટલ સહયોગ પાસે ખોટુ હથિયાર એરગન અથવા તમંચા જેવુ બતાવી ફરીયાદી ને મૃત્યુ નો ભય બતાવી ધાકધમકી આપી ફરીયાદી પાસેથી રોકડ રૂૂા. 7,500 તથા સવા તોલા નો સોના નો ચેઈન, વિટી તથા મોબાઈલ ની લુટ કરી નાસી ગયો હતો. જેથી પંચ પ એ પપો. સ્ટે. માં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે કેસ ચાલવા પર આવતા સરકાર ધ્વારા કુલ 17 સાહેદો અને 14 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામા આવ્યા હતા.અને સરકારી વકીલ રાજેશ કે. વસીયર સરકાર તરફે હાજર થઈ એવી દલીલ કરેલ કે હાલમાં લુટના બનાવ વધતા જાય છે. જેથી હાલના આરોપીને સખ્તમાં સખ્ત સજ ફરમાવવામાં આવે , જેથી સરકારી વકીલ ની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી પ્રવિણ ઉર્ફે રાજભા ઝાલા ને 10 વર્ષ સખ્ત કેદક્ષની સજા તથા રૂૂા. 10,000 દંડ નો હુકમ ફરમાવેલ છે. તેમજ ફરીયાદી લાલચંદ મંગારમ ધનવાણી ને સોનું તેમજ રોકડ રકમ પરત સોંપવા નો પણ હુકમ કરેલ. આ કેસ મુળ ફરીયાદી તરફે વકીલ અજય વી. પટેલ તેમજ સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર રોકાયા હતાં.