ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સજાથી બચવા માટે નાસતો ફરતો ભાણવડ પંથકનો આરોપી ઝડપાયો

12:13 PM Nov 08, 2025 IST | admin
Advertisement

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં બાળાનેસ ખાતે રહેતા કરસન હીરાભાઈ મોરી નામના 32 વર્ષના રબારી શખ્સ સામે કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં નામદાર અદાલતે તેને ભરણપોષણ ચૂકવવા માટેનો હુકમ કર્યો હતો. આ ભરણપોષણની રકમ ચૂકવવા માટે આરોપી કરસન મોરી નિષ્ફળ જતા નામદાર અદાલતે તેને 140 દિવસ સુધીની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

Advertisement

આ હુકમ બાદ આરોપી પોતાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા ભોગવવી ન પડે તે માટે નાસતો ફરતો હતો. જેથી ભાણવડની ફેમિલી કોર્ટ દ્વારા આરોપી સામે સજાનું વોરંટ કરવામાં આવ્યું હતું. ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કેસુરભાઈ ભાટીયા અને જેસાભાઈ બેરાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને કપૂરડી ફોરેસ્ટ ચેક પોસ્ટ વિસ્તારમાંથી નીકળતા ઝડપી લીધો હતો.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement