પુનિતનગરમાં મકાનમાં ‘કલર’ના ડબ્બામાં છુપાવેલા ‘દારૂ’ના જથ્થા સાથે આરોપી પકડાયો
રાજકોટ શહેરના પુનિતના ટાંકા પાસે પુનિતનગર શેરી નં.4માં હેતા શખ્સના મકાનમાં કલરના ડબ્બામાં લાકડાના ભુસાની આડમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ મથકમાં પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં ડિ.સ્ટાફના પીએસઆઇ મહારાજ, હરપાલસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહીલ, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા અને જયપાલસિંહ સરવૈયા સહીતના સ્ટાફે દરોડો પાડી આરોપી નિલ મહેશભાઇ કાલરીયાને ઝડપી લીધો હતો.
તેના મકાનમાં રહેતા કલરના ડબ્બામાં તપાસ કરતા સૌપ્રથમ કાંઇ અવાજ આવ્યો નહોતો અને બાદમાં ડબ્બાના ઢાંકણા તોડી અંદર જોતા સૌપ્રથમ પુટી હતી અને બાદમાં લાકડાનો ભુસો હતો અને તેની નીચે દારૂની બોટલ છુપાવી હતી. પોલીસે આઠથી નવ જેટલા ડબ્બા તોડી કુલ 324 દારૂની બોટલ રૂા.81 હજારની કબજે કરી હતી. તેની પુછપરછાં આ દારૂનો જથ્થો દમણથી લાવ્યો હતો અને પોતાના ઓળખીતા ગ્રાહકોને છુટક વેંચતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ? એ અંગે તપાસ શરૂ કરી છે.