જામનગરમાં એકાઉન્ટન્ટ દ્વારા દુકાનમાંથી રૂા.9 લાખની કિંમતના મોબાઇલની ચોરી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં યસ મોબાઈલ નામ નો મોબાઇલ નો શોરૂૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલ, કે જેઓએ પોતાના શોરૂૂમમાંથી ગત તા 5.07.2025 થી તા 17.11.2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા નું સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું છે. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. જેમાં સીસીટીવી કેમેરા ની પણ મદદ લેવાઈ રહી છે, અને એકાઉન્ટન્ટ હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
