For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તું ચાના પૈસા કેમ માંગે છે? કહી શખ્સે હોટેલ સંચાલકને આપી ધમકી

04:29 PM Sep 04, 2024 IST | Bhumika
તું ચાના પૈસા કેમ માંગે છે  કહી શખ્સે હોટેલ સંચાલકને આપી ધમકી
Advertisement

શહેરના પુષ્કરધામ મેઇન રોડ પર પ્લાસ્ટીકની થેલી લેવા ગયેલા હોટેલના સંચાલકને ચાના પૈસા માંગવા મામલે માથાકુટ કરી ધમકી આપતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

જડુસ હોટેલ પાસે આંબેડકરનગર શેરી નં.4માં રહેતા રાહુલ ધનજીભાઇ ગમારા (ભરવાડ) (ઉ.વ.23)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે એજી ચોક પાસે આશાપુરા ચાની હોટેલ ધરાવે છે. ગઇકાલે સાંજે રાહુલ પુષ્કરધામ મેઇન રોડ પર પ્લાસ્ટીકની દુકાને થેલી લેવા જતો હતો ત્યારે હર્ષદ નામનો શખ્સ જે અવાર નવાર રાહુલની ચાની હોટેલ પર ચા પીવા આવતો હોય તેણે આંતરી તું ચાના પૈસા કેમ માંગે છે? હવે પૈસા માંગીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપતા આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ વી.ડી. ઝાલાએ તપાસ આદરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement