1 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલ મહિલા કોન્સ્ટેબલના ઘરે એસીબીનું સર્ચ
ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત આપવા માટે લાંચ માગી હતી, એસીબીનું યુનિવર્સિટી પોલીસ મથકમાં જ સફળ છટકું
રાજકોટના એક વ્યક્તિનો ગુમ થયેલ મોબાઈલ મળી ગયા બાદ તેને પરત આપવા માટે રૂૂ.1 હજારની લાંચ માંગનાર યુનિવર્સીટી મથકના મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલાને એસીબીએ પોલીસ મથકમાં ઝડપી ઝડપી લીધા બાદ તેના ઘરે પોલીસે સર્ચ કર્યું હતું.
રાજકોટ એસીબી કચેરીમાં એક અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. પરિણામે તેણે યુનિવર્સીટી પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યાર પછી તેનો મોબાઈલ ફોન મળી ગયો હતો.
જે પરત આપવા માંગતે યુનિવર્સીટી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન ઈશ્વરભાઈ વાઘેલાએ આ મોબાઈલ ફોન પરત આપવા માટે રૃા.1 હજારની લાંચ માગી હતી. જેથી ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબી રાજકોટ એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેમની સુચનાથી પીઆઈ પી.એ. દેકાવાડીયા અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. નકકી થયા મુજબ ફરિયાદી આજે યુનિવર્સીટી પોલીસ મથકના સાયબર વિભાગ રૂૂમમાં અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલા રૂૂ.1 હજારની લાંચ આપી ત્યારે જ એસીબીની ટીમે મહિલા કોન્સ્ટેબલ અનિતાબેનને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. અને તેના વિરૃધ્ધ ગુનો દાખલ કરી તેના ઘરે સર્ચ કરી વધુ તપાસ આગળ ધપાવી છે.
--
---
---