દારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એક દારુ ના ધંધાર્થીને અલગ અલગ બે કેસમાં ફરારી જાહેર કર્યા પછી તેને પકડવા માટે તેના ઘેર પહોંચી હતી, જે દરમિયાન આરોપીની સાથે મકાનમાંથી વધુ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવતાં પોલીસે તેની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર ત્રણ માળિયા આવાસના બ્લોક નંબર- 6, ફ્લેટ નંબર -2 માં રહેતો આરોપી સુનિલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક, કે જેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથક તેમજ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ઇંગલિશ દારૂૂ અંગેના બે ગુન્હા દાખલ થયા છે, જેમાં તે ફરારી હોવાથી પોલીસ તેની શોધી રહી છે.
દરમિયાન ગઈકાલે ઉપરોક્ત આરોપી પોતાના ઘેર આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી એલસીબીને મળી હોવાથી એલસીબી ની ટુકડીએ મયુરનગર ત્રણ માળીયા આવાસમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન આરોપી સુનિલ ઉર્ફે સાગર મળી આવ્યો હતો. જેની અટકાયત કરી લીધી હતી, ઉપરાંત તેના મકાનની તલાસી લેતાં ફ્લેટમાંથી 36 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો પણ મળી આવ્યો હતો. આથી પોલીસે રૂૂપિયા 20,000 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ કબજે કરી લઇ તેની સામે વધુ એક દારૂૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.