રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂા.23 કરોડનો કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરથી પકડાયો

12:38 PM Jan 06, 2025 IST | Bhumika
Advertisement

જામનગર માં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ ના 23 કરોડ નાં કૌભાંડ મા સંડોવાયલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પર થી જામનગર પોલીસ નાં હાથે ઝડપાયો છે.જામનગર નાં સીટી-બી ડીવીઝન પોલીસ મથક મા નોંધાયેલ ગુના મા નાસ્તા ફરતા આરોપી ધવલ દીનેશભાઈ સોલાણી અને યશ દીનેશભાઈ સોલાણી ની શોધ-ખોળ કરતાં બન્ને આરોપીઓ વિદેશ નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું . આ કેસ મા અગાઉ મુખ્ય આરોપીઓ પકડાઇ ગયો હતો, અને હાલ તે જેલ હવાલે છે.

Advertisement

આ સમય દરમ્યાન હાલ ના આરોપી યશ વિરૂૂધ્ધ સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટમા નાસ્તો ફરતો હોય જે આરોપી ની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ હતા તથા તપાસ દરમ્યાન બાતમી મળી હતી કે આરોપી યશ દીનેશભાઈ સોલાણી પ્રથમ દુબઈ અને ત્યાથી થાઈલેન્ડ નાશી ગયો છે. અને થાઈલેન્ડ થી નેપાળ અને નેપાળ થી કોઈપણ રાજ્ય ના બોર્ડર થી ભારત માં પ્રવેશ કરવાનો પ્લાન કરી રહ્યો છે. જે માહિતી ના આધારે વધુ હકીકત મેળવી હતી કે નેપાળ રકસોલ બોર્ડર થી આરોપી ભારત માં પરત આવવાનો હોય જેથી તે આરોપીને પકડવા માટે જામનગર પોલીસ ની એક ટીમ તૈયાર કરી રકસોલ બોર્ડર (બિહાર) ખાતે આરોપીની તપાસમાં મોકલવામા આવી હતી.
તપાસમાં ગયેલ ટીમ નેપાળ થી ભારતમાં પ્રવેશ કરવાના ચેક પોસ્ટ પર વોચમાં હતી તે દરમ્યાન આરોપી નેપાળ થી ભારતમાં આવતા તુરત જ તેને પકડી નામ પુછતા યસ દીનેશભાઈ સોલાણી ( રહે.પટેલ કોલોની, 11/2 વ્રજમંગલ એપાર્ટમેન્ટ રૂૂમ નં 805 જામનગર) વાળો હોવાનુ જણાવતા તપાસમાં ગયેલ ટીમે તેને હસ્તગત કરી મૌખીક પુછપરછ કરતાં પોતે ક્રેડીટ બુલ્સ કંપનીમાં એચ.આર.હેડ હોવાનું જણાવ્યું હતું, અને ગુના ની કબુલાત આપતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે બાદ ધરપકડ કરી જી.પી.આઈ.ડી. સ્પેશીયલ કોર્ટમા રજુ કરતાં આરોપી નાં ચાર દિવસ ના પોલીસ રીમાંડ મંજુર થયા છે. અગાઉ આ કેસ મા પંકજભાઈ પ્રવીણભાઈ વડગામા (બ્રાંચ હેડ) અને ફરઝાના ઇમરાન શેખ પકડાઈ ચુક્યા છે. અને હાલ જેલમાં છે. જ્યારે આ કેસ મા વધુ એક આરોપી ઝડપાયો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsNepal border
Advertisement
Next Article
Advertisement