કલ્યાણપુરના બતડિયા ગામના યુવાન પર લાકડાંના ધોકાથી પાંચ શખ્સોનો હુમલો
કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામે રહેતા મુકેશભાઈ કરણાભાઈ ચાવડા નામના 29 વર્ષના યુવાન સાથે અગાઉની કોઈ બાબતનો ખાર રાખીને આ જ ગામના કિશોર દેવાતભાઈ ચાવડા, પ્રવીણ ભીમશીભાઈ ચાવડા, દેવા કરસનભાઈ માડમ, ધવલ લાલાભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે હદા ભીમશીભાઈ ચાવડા નામના પાંચ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે તમામ પાંચ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહિલાનો મોબાઈલ ચોરાયો
દ્વારકામાં દર્શનાર્થે આવેલા માધવી સામંતા નામના 62 વર્ષના વૃદ્ધ મહિલા તા. 11 મીના રોજ દ્વારકાના રૂૂક્ષ્મણી મંદિર પાસે દર્શન કરવા ગયા હતા, ત્યારે તેમના દ્વારા પોતાના થેલામાં રાખવામાં આવેલો રૂૂપિયા 15,000ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયો સેરવી ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયામાં સતવારા સમાજની નવી વાડી સામે રહેતા રોહિત સવજીભાઈ ચોપડા નામના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો મોટરકાર ચલાવતા તેમજ ખંભાળિયા તાલુકાના માંઝા ગામના દેવશી ખોડા રાણંગા નામના 22 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂૂપિયા ચાર લાખની કિંમતની બલેનો કાર ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.