આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતીને કામ મુદ્દે સહકર્મીએ માર માર્યો
શહેરમાં ગંજીવાડા વિસ્રાતમાં રહેતી અને આજી જીઆઈડીસીમાં કારખાનામાં કામ કરતી યુવતિ સાથે કામ મુદદ્દે ઝઘડો કરી એક શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ગંજીવાડામાં રહેતી દક્ષાબેન વશરામભાઈ સારેશા નામની 30 વર્ષની યુવતિ બપોરના સમયે આજી જીઆઈડીસીમાં આવેલા અમન નામના કારખાનામાં કામ કરતી હતી. ત્યારે સહ કર્મચારી અભયે તુ કામમાં ઉતાવળ રાખ તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતિને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં ચુનારાવાડમાં રહેતો વિજય નરશી વરાણીયા નામનો 26 વર્ષનો યુવાન પોતાના ઘર નજીક હતો ત્યારે દારૂના નશામાં ગાળો બોલતા ઘુઘા નામના શખ્સને ગાળો બોલવાની ના પાડતા ઘુઘાએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.