શાપરમાં વોકિંગમાં નીકળેલી યુવતીની બાઈક સવાર બેલડીએ છેડતી કરી માર માર્યો
શાપરમાં વોકીંગમાં નીકળેલી સગી બે માશિયાઈ બહેનોની બાઈક સવાર બેલડીએ છેડતી કરી હતી. જે મુદ્દે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા બાઈક સવાર બેલડીએ ગાળો ભાંડી ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવતીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસમાંથી શાપરમાં ગંગા ફ્રોજિંગ ગેઈટ અંદર રહેતી નિકીતાબેન નાનજીભાઈ સોંદરવા નામની 28 વર્ષની યુવતી રાત્રીનાં નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતી ત્યારે જીગર સહિતના અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો.
યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં નિકીતાબેન સોંદરવા અને તેની માશિયાઈ બહેન ઉષાબેન વોકીંગમાં નીકળ્યા હતાં તે દરમિયાન જીગર હોન્ડા લઈને બાજુમાંથી નીકળતાં ઉષાબેનની ચુંદડી હોન્ડામાં ભરાઈ જતાં જીગર સહિતના શખ્સે ગાળો ભાંડી છેડતી કરી હતી. જે મુદ્દે ઠપકો આપતાં હુમલો કરી નિકીતાબેનને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.