For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ

12:05 PM Jul 18, 2025 IST | Bhumika
ભાવનગરના કરચલિયાપરામાં યુવકના ઘરમાં તોડફોડ કરી બાઈક સળગાવી નાખ્યુ

સામું જોવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ આચરેલું કૃત્ય, પોલીસ ફરિયાદ નોંધાઈ

Advertisement

ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવકનું બાઈક સળગાવી તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી રૂૂ.30 હજારની લૂંટનો બનાવ બન્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા આરતીબેન નરેશભાઈ ટેભાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અશ્વિન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બાંભણીયા, જીતેશ પરમાર, સાજન ખન્નાભાઈ બારૈયા અને રચિત ચૌહાણ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમનો દિકરો રાત્રિના મજુરી કામેથી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે ધનાનગર પાસે રસ્તામાં ઉભેલા ઉક્ત અશ્વિન સામે તેણે જોતા તેને નહી ગમતા ઉક્ત ચારેય લોકોએ તેને ઢીકાપાટુંનો માર માર્યો હતો.

Advertisement

જેથી મોહિત તેનું બાઈક મુકી ત્યાંથી જતો રહેતા ઉક્ત લોકોએ તેનું બાઈક સળગાવી દીધું હતું. બાદમાં કચરલિયાપરા ખાતે તેમના ઘરે આવી ઘરમાં તોડફોડ કરી રૂૂ.80 હજારનું નુકસાન કર્યું હતું, તેમજ કબાટમાં રહેલા રૂૂ.30 હજારની લૂંટી ગયા હતા. આ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement