રાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યો
રાજકોટમા કુવાડવા રોડ પર આવેલા દેવનગર ઢોરા વિસ્તારમા મિત્રનાં ડખ્ખામા વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વીસનાં ધંધાર્થી સહીતનાં શખ્સોએ આજે તો તને મારી નાખવો છે. જવા નથી દેવો. તેમ કહી કારમા અપહરણ કરી મંડપ સર્વીસનાં ડેલામા લઇ જઇ છરી, પાઇપ , તલવાર અને પ્લાસ્ટીકની નડી વડે માર માર્યાનો આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કુવાડવા રોડ પર સાત હનુમાન મંદીર પાસે દેવનગરનાં ઢોરા વિસ્તારમા રહેતો કિશોર ઉર્ફે કીશન ચોથાભાઇ ગઢાતરા નામનો 33 વર્ષનો યુવાન રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર પાસે હતો ત્યારે મંડપ સર્વીસનાં ધંધાર્થી નિલેશ પરબતભાઈ હેરમા, પરબતભાઈ સહિતના સહીતનાં અજાણ્યા શખ્સોએ કારમા અપહરણ કરી મંડપ સર્વીસનાં ડેલામા લઇ જઇ છરી, પાઇપ , તલવાર અને પ્લાસ્ટીકની નડી વડે માર માર્યો હતો .
હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા કીશોર ઉર્ફે કીશન ગઢાતરાનાં મીત્ર જયેશ ઉર્ફે જકો જાદવ ધોળકીયાને બે મહીનાં પહેલા મંડપ સર્વીસનાં ધંધાર્થી સાથે ઝઘડો થયો હતો જેમા મીત્રને છોડાવવા કીશોર ઉર્ફે કીશન ગઢાતરા વચ્ચે પડયો હતો . જેનો ખાર રાખી મંડપ સર્વીસનાં ધંધાર્થી સહીતનાએ આજ તો તને મારી નાખવો છે. જવા નથી દેવો . તેમ કહી કારમા ઉઠાવી જઇ મંડપ સર્વીસનાં ડેલે લઇ જઇ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે . ઘટનાં અંગે કીશન ઉર્ફે કીશોરનો ભાઇ કુવાડવા પોલીસ સ્ટેશને જઇને વાત કરી હતી જેથી 112 નંબરને કોલ કરતા 112 નંબર આવે તે પુર્વે જ હુમલાખોરોએ યુવકને ડેલા બહાર છોડી દીધો હતો. અને તમામ શખ્સો નાસી છુટયા હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે આ અંગે કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.