સુલ્તાનપુરના ધરાળા ગામે ફરિયાદમાં સાક્ષી બનનાર યુવક ઉપર સરાજાહેર હૂમલો
સુલતાનપુરમા ધરાળા ગામે અગાઉ થયેલ માથાકુટમા સાક્ષી બનનાર યુવક પર મહીલા સહીત પાંચ શખસોએ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
સુલતાનપુરનાં ધરાળા ગામે ઇન્દીરા આવાસ યોજના કવાર્ટસમા રહેતા ભાવેશ અરવીંદ બગડાએ નોંધાવેલી ફરીયાદમા આશીષ ઉર્ફે હેમાંશુ વસંત ચાવડા, ભાનુબેન વસંતભાઇ ચાવડા, વિશાલ મનુભાઇ મારુ , વસંત ભુરા ચાવડા અને વિનોદ ભુરા ચાવડાનુ નામ આપ્યુ છે અગાઉ થયેલ માથાકુટમા આશીષ અને સામા પક્ષે મારામારીમા ભાવેશ સાક્ષી હોય જેનો ખાર રાખી તેના પર હુમલો કરવામા આવ્યો હતો સામા પક્ષે વસંત ભુરા ચાવડાએ હરેશ પ્રેમજી ચાવડા અને ભાવેશ અરવીંદ બગડા સામે જુનાં મનદુખનો ખાર રાખી ગાળો બોલી પથ્થરમારો કરી હુમલો કર્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ભાવેશે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ગામમાં દૂધ લેવા જતો હતો ત્યારે આશિષ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો ત્યારે વચ્ચે પડેલા તે જ ગામના રમેશભાઈ રાવરાણી ઉપર પણ આશિષ સહિતનાએ હુમલો કરતા બન્ને ઈજા થઈ હતી.