ભગવતીપરામાં કાચ ફોડવા મામલે યુવાનને બે સગાભાઇ સહિતની ટોળકીની ધમકી
આરોપીએ કહ્યું સવાર સુધીમાં કાચ ફોડવાવાળો નહીં મળે તો તમારા બધાના મકાન ખાલી કરાવી નાખીશું
ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતા ચીરાગભાઇ દલાભાઇ વાઘેલા (ઉ.વ.28)ને પાડોશીમાં રહેતા ઈમ્તિયાઝ ઈબ્રાહીમ મુકાશરા, ઈમ્તિયાઝના પત્ની અને ઈમ્તિયાઝનો નાનો ભાઈ જાહિદની ઘર પાસે પાર્કિંગ કરેલી કારના કાચ ફોડી નાખતા તમામ આરોપીએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અને ગાળો આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ચિરાગભાઈએ જણાવ્યું છે કે,હું કેસરી પુલ પાસે લક્ષ્મી ડ્રાયવિંગ સ્કૂલ નામની ડ્રાયવિંગની સ્કૂલ ચલાવું છું. ગઇકાલ તા.14/06નાં રાત્રીનાં બારેક વાગ્યાનાં અરસામાં લાઇટ ન હોય જેથી હું તથા પરિવારનાં સભ્યો ઘરની આગળ બેઠા હતા તે દરમ્યાન રાત્રીનાં સવા બારેક વાગ્યાનાં સુમારે અમારી બાજુની અંબીકાપાર્ક સોસાયટી શેરી નં.-01 માં રહેતા આ ઇમ્તિયાઝભાઈ તથા તેના પત્ની તથા તેનો ભાઇ જાહીદ જેની સાથે એક સ્ત્રી હતી.તે બધા ત્યાં આવેલ અને આ બંને ભાઇઓએ અમને કહેલ કે મારી ગાડી મારા ઘર પાસે પડી હતી. તેનો કાચ તમારા જ સમાજના કોઇ વ્યક્તીએ તોડી નાખેલ છે તે વખતે અમોએ આ લોકોને જણાવેલ કે અમને આ બાબત તેની ખબર નથી જો તમને આ કાચ કોણે તોડ્યો છે તેની માહીતી હોય તો અમને કહો જો અમારા સમાજનો હશે તો અમે તેને લઇ આવી તે વખતે જાહીદે અમને ધમકાવતા કહેલ કે તારો બાપ તમારા સમાજનો આગેવાન છે હું કંઇ જાણું નહી ગમે ત્યાંથી એને હાજર કરો નહી તો તમને લોકોને અહિં રહેવા દઇશું નહી. તેમ કહી બંને ભાઇઓ ગાળા ગાળી પર ઉતરી ગયેલ
ત્યારબાદ આ વિશે પણ અભદ્ર ટીપણી કરતા બોલેલ કે સવાર સુધીમાં જો આ છોકરો હાજર ન થયો તો તમારા બધનાં મકાન ખાલી કરાવી નાખીશ.
તેવી ધમકીઓ આપવા લાગેલ અને તેઓ જોર જોરથી ગાળાગાળી કરતા હોય અમારી આસપાસ ના અમારા સમાજના તથા અન્ય લોકો પણ એકત્ર થઇ ગયા હતા.બાદમાં ત્યાં રહેતા મોનીકાબેન શેરીમાં રહેલ રખડતા કુતરાનાં ડરથી ભાગીને પોતાના ઘરે જતા હતા તે સમયે આ ઇમ્તિયાઝને એવું લાગેલ કે મોનિકાબેન કંઇક જાણે છે અને તેથી પોતે ભાગી રહી છે તેમ સમજી તેમની સાથે ઝઘડો કરવા લાગેલ અને તેમને પણ કહેવા લાગેલ કે તું કંઇક જાણે છે કોણે મારી ગાડીના કાચ તોડયા છે તે કહી દે નહી તો જોવા જેવી થશે તેવું તેમને કહી આડેધડ ગાળો દેવા લાગેલ તેમજ આરોપીઓ પાસે હાથમાં હથિયાર હતા.આરોપીઓ બોલતા હતા કે તમારે જવાબ આપવો છે કે આજે તમારો હિશાબ કરી દઇ. આવી ધમકીઓ આપવાનું ચાલુ હતું.ત્યાં પોલીસ આવી જતા ઈમ્તિયાઝને પકડી લીધો હતો.