For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

12:38 PM May 16, 2025 IST | Bhumika
મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂૂા. 3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂૂપિયા આપવા દબાણ કરી ધમકી આપતા મહેશ ઉર્ફે રાહુલ રામભાઈ ડાંગર, શિવમ બાબુભાઈ જારીયા અને દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહે ત્રણેય અને એક અજાણ્યો માણસ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ લતમાં ફસાઈ ચૂકેલા મોરબીના ખેવારીયા ગામે રહેતા વંશ મહેશભાઈ ઉભડીયા (ઉ.વ.19) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સટ્ટામાં તે અવારનવાર જીતતો અને હારતો હતો એ પછી આ ગેમમાં ફસાઈ ગયો હતો.આ યુવાન શિવમ જારીયા પાસેથી રૂૂ 1.10 લાખ જેટલી રકમ જીતતો હતો પરંતુ તેને કહ્યું તારે રૂૂપિયા જોતા હોય તો રૂૂ 50 હજાર ઉપરના સોદા નાખવા પડશે જેથી મજબૂરીમાં શિવમ જારીયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો અને તા. 27-04-25 ના રોજ સોમવારે હિસાબ કરતા શિવમ જારીયાએ તું રૂૂ. 40 હજાર હારી ગયો છો જેથી હાલ રૂૂપિયા નથી કહેતા શિવમ જારીયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહુલ ડાંગરને આપતા રાહુલ ડાંગરે ગાળો આપી તારે રૂૂ 40 હજાર આપવા પડશે નહીતર શો રૂૂમે આવી તને ઉપાડી જઈશ કહીને ધમકી આપી હતી.

ફરિયાદી વંશ અને તેનો મિત્ર મનોજ મુછ્ડીયા બંને બપોરે એકાદ વાગ્યે એકટીવા અને મનોજભાઈ તેના મોટરસાયકલમાં મોરબી કંડલા બાયપાસ કામધેનું પાસે પહોંચ્યા ત્યારે મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યો ઇસમ બે મોટરસાયકલ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહેશ ડાંગરે ફરિયાદીનો ફોન લઇ લીધો હતો અને એકટીવામાં મહેશ બેસી ગયો અને યુવાનનું એકટીવા ચલાવવા લાગ્યો હતો જેને વાવડી, ચાચાપર, ખાનપર અને ગજડી ગામ બાજુ લઇ ગયા હતા અને એકટીવામાં બેસાડી રૂૂપિયા આપવા દબાણ કરતો હતો અને મોબાઈલમાંથી કાકા સાગર રમેશભાઈ મેરજાને ફોન કરી કહ્યું કે મહેશ ઉર્ફે રાહુલ અપહરણ કરી લઇ ગયો છેે જેથી આરોપી જેલ રોડ પર આવી ઉતરી ગયો અને એકટીવા આપી દીધું હતું. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement