ભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં રહેતો સમીર અયુબભાઈ સોરા નામનો 29 વર્ષનો યુવાન રાત્રિના બે વાગ્યાના અરસામાં આશાબાપીરની દરગાહ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સો વચ્ચે ચાલતાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડયો હતો. ત્યારે હાથના ભાગે છરી વાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સાક્ષીબેન દેવાંગભાઈ વાઘેલા નામની 23 વર્ષની પરિણીતાએ બપોરના બે વાગ્યાન અરસામાં પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. બીજા બનાવમાં નારાયણનગરમાં રહેતા જેકી ગુણાભાઈ સોલંકી (ઉ.30)એ પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ ગટગટાવી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.