જામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યું
યુવાનના માથામાં આઠ ટાંકા લેવાયા: પોલીસ દ્વારા હુમલો કરનાર શખ્સનો શોધખોળ શરૂ
જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે જય કમલેશભાઈ સોલંકી નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે સંસ્કાર સ્કૂલ પાસેથી ચાલીને જઈ રહ્યો હતો. જે દરમિયાન ઉપરોક્ત સ્થળે હર્ષ મકવાણા નામનો શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે જાહેરમાં બેફામ ગાળો બોલી રહ્યો હતો.
જેથી તેને ગાળો આપવાની ના પાડતાં હર્ષ મકવાણા ઉસકેરાયો હતો, અને રસ્તામાં પડેલો લાકડાનો ધોકો ઉપાડીને જય સોલંકીના માથામાં મજીકી દીધો હતો, જેથી તે લોહી લોહાણ થઈને નીચે પડી ગયો હતો.
જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, અને તબીબો દ્વારા તેના માથામાં આઠ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે, જે બનાવ અંગે જયેશ સોલંકી એ પોતાના પર હુમલો કરનાર હર્ષ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે આરોપીને પોલીસ શોધી રહી છે.