ભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી
ભાવનગરમાં રહેતા યુવાનને પત્રકાર હોવાની ઓળખ આપી શખ્સે સોનાના ઘરેણા અને લોન મેળવી કુલ રૂૂા.7.50 લાખની છેતરપિંડી આચરી હોવાની રજૂઆત યુવાને એસ.પી.ને કરી હતી.
ભાવનગર શહેરમાં ભરતનગર પ્રગતિનગર શાકમાર્કેટ ખાતે રહેતા પરેશભાઈ ભટ્ટી નામના યુવાન પાસેથી પત્રકાર હોવાની ઓળખ આપી પાર્થ રમેશકુમાર મહેતા નામના શખ્સે ધંધામાં રોકાણ કરવાની લાલચ આપી કટકે કટકે સોનું તેમજ લોન મેળવી રૂૂ.7.50 લાખ મેળવી લીધા બાદ પરેશભાઈ ભટ્ટીએ આપેલા રૂૂપિયા અને સોનાની માંગણી કરતા શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.અને કહેવાતા પત્રકાર પાર્થ મહેતાએ પરેશભાઈ ભટ્ટીને ચેક આપ્યા હતા.તે પણ બાઉન્સ થઈ ગયા હતા. શખ્સે શહેરના ક્રેસન્ટ રોડ પર આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમા આવેલ ન્યુઝ પેપરની ઓફિસ હોવાની ઓળખાણ આપી છેતરપિંડી કરી હોવાનું કહી છેતરપિંડી આચરી હતી.અને જે થાય તે કરી લેવાની ધમકી પણ ઉચારી હતી.આમ પરેશભાઈ ભટ્ટી સાથે છેતરપિંડી અને ફ્રોડ થયું હોવા અંગે જિલ્લા પોલીસ વડાને લેખત રજૂઆત કરી છે. બની બેઠેલા પત્રકારે અન્ય કેટલાક લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
વલભીપુરમાં ચોરી
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના નવાગામ ખાતે રહેતા વિઠ્ઠલભાઈ શામજીભાઈ વઘાસિયા અને તેમના પત્ની હંસાબેન પોતાનું ઘર બંધ કરી સત્સંગમાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે દીવાલ કૂદી ઘરમાં પ્રવેશી તિજોરીના લોકતોડી સોનાના ઘરેણા અને રોકડા રૂૂપિયા મળી કુલ રૂૂ.54,000ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે વિઠ્ઠલભાઈએ અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઇંગ્લીશ દારૂૂના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો
છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂૂના ગુન્હામાં ફરાર ભાવેશ ચંદુભાઈ જાંબુચા (રહે. દકાના ગામ, નવાપરા શેરી,તા. તળાજા ) ને પોલીસે ભાવનગરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડના ગેટ સામેથી ઝડપી લઈ તેના વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
