હડમતિયા ગોલીડા ગામે દારૂ વેચવાની ના પાડતા ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો
04:22 PM Aug 12, 2024 IST
|
Bhumika
Advertisement
શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા ગોલીડા હડમતિયા ગામે દારૂ વેંચતા ત્રણ શખ્સોને ટપારતા યુવાન પર હુમલો કરાયો હતો અને તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા પગમાં ફ્રેક્ચર થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
Advertisement
બનાવની મળતી વિગતો અનુસાર ગોલીડા હડમતિયામાં રહેતા ભરત ભલાભાઈ વાઘેલા (ઉ.વ.40) નામના યુવાને ફરિયાદમાં ગૌતમ ખીમા સાગઠિયા, રવિ ખીમા અને સોનું શામજી વાઘેલાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. ભરતે ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, પોતે ગઈકાલે ઘર પાસે હતો ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતાં. અને તેઓ સાથે અગાઉ ગામમાં દારૂ વેંચતા હોય જેથી ગામના લોકોએ દારૂ નહીં વેચવા સમજાવતા ત્રણેય શખ્સોએ બોલાચાલી કરી ધમકી આપી ઢીકાપાટુનો અને ધોકા વડે માર માર્યો હતો. તેમજ પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડતા યુવાનને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.
Next Article
Advertisement